Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી ગામે શાકભાજીનું વેચાણ કરનાર શખ્સે લાલચમાં આવી એક લાખથી વધુ ગુમાવ્યા

  • February 11, 2025 

વાલોડના બુહારી ગામે શાકભાજીનું વેચાણ કરનાર શખ્સે બે કલાકમાં ઇન્વેસ્ટ કરેલ રકમ ત્રણ ગણી થઈ જશે તેવી લાલચમાં આવી જઈ રૂપિયા ૧.૧૧ લાખ ગુમાવી દીધા હતા જે અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, વાલોડના બુહારી ગામના વાણીયાવાડમાં રહેતા વાસુદેવ જેટમલ દરોગા (મૂળ રહે.જૈતગઢ, તા.બદનોર, જિ.બ્યાવર, રાજસ્થાન) જેઓ શાકભાજીનું વેચાણ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જેમને ગત તારીખ ૨૭-૧૨-૨૦૨૫ નારોજ વોટ્સઅપ કોલ કરનાર કોઈ અજાણ્યો ઇસમે ટેલીગ્રામ એપ્લીકેશનમાં બે કલાકમાં ઇન્વેસ્ટ કરેલ રકમ ત્રણ ગણી થઈ જશે તેવી લોભામણી જાહેરાત આપી હતી


જેથી લાલચમાં આવી લીંક શેર કરેલ જે લીંક ઉપર વાસુદેવએ કલીક કરતા વાસુદેવના વોટ્સઅપ ઉપર મેસેજ આવેલ જેમાં બે કલાકમાં રૂપિયા ૫,૦૦૦/-ના રૂપિયા ૨૦,૦૦૦/- પરત મળશે તેવો મેસેજ મોકલી વોટસએપ કોલથી અજાણ્યા ઇસમે વાત કરી તથા વોટસએપ ઉપર ચેટીંગ કરી વાસુદેવને વિશ્વાસમાં લઈ વાસુદેવ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને તથા જમા થયેલ પૈસા રીફંડ કરી આપવા તથા બેંકીંગ ચાર્જ, GST અને બીજા અલગ-અલગ ચાર્જ લાગશે તેવુ કહી અલગ-અલગ UPI IDમાં તારીખ ૨૭-૧૨-૨૦૨૪થી તારીખ ૩૦-૧૨-૨૦૨૪ દરમિયાન વાસુદેવ પાસેથી કૂલ રૂપિયા ૧,૧૧,૫૯૪/- ગુગલ પે તથા વોટ્સએપ એપ્લીકેશનથી ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે વાસુદેવ દરોગાએ છેતરપીંડી થયાની ફરિયાદ તારીખ ૦૮-૦૨-૨૦૨૫ નારોજ વાલોડ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application