ગાંધીનગર શહેર નજીક આવેલા રાંદેસણની વેદિકા હેબિટેડ વસાહતમાં લિફ્ટ બંધ કરવાનું કહેતા યુવાન અને તેના ભાઈ તેમજ પિતાએ બે ભાઈઓ ઉપર હુમલો કર્યાની ઘટના બહાર આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, રાંદેસણમાં આવેલી વેદિકા હેબિટેડ વસાહતમાં રહેતા હેમાંગભાઈ અશોકભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, સાંજનાં સમયે તે અને તેમના ભાઈ અંકિતભાઈ તેમના ઘરે ત્રીજા માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરવા જતા હતા તે દરમિયાન ચોથા માળે રહેતા બાલકૃષ્ણ ચોબેના નાનો દીકરો તેના મિત્ર સાથે લિફ્ટમાં ઉપર ગયો હતો અને ચોથા માળે લીફ્ટનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. જેથી તેમણે બૂમ મારીને દરવાજો બંધ કરવા કહ્યું હતું.
આ દરમિયાન આ યુવાન તેના મિત્ર સાથે નીચે આવ્યો હતો અને ત્યારબાદ તેમની સાથે જેમ ફાવે તેમ ગાળો બોલી મારા મારી કરવા લાગ્યો હતો અને લીફ્ટ બંધ નહીં થાય તેમ કહ્યું હતું. ત્યારબાદ હેમાંગભાઈએ સિક્યુરિટી જવાનને ચેરમેનને ફોન કરવા કહ્યું હતું. આ દરમિયાન બાલકૃષ્ણ ચોબે અને તેમનો મોટો દીકરો પણ આવી ગયા હતા અને તેમની અને તેમના ભાઈ સાથે તકરાર કરીને મારામારી કરવા લાગ્યા હતા અને ધમકી આપી હતી કે અમને ઓળખો છો તમને ખોટા કેસમાં ફસાવી દઈશું. સોસાયટીમાં પગ મુકશો તો જાનથી મારી નાખીશું ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા હતા અને શરીરે દુખાવો થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ ગયા હતા. હાલ ઇન્ફોસિટી પોલીસે પિતા અને બે પુત્ર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application