Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : સગીરા પર દુષ્કર્મનાં કેસમાં મદદગાર યુવતીની જામીન આરજી નામંજુર કરાઈ

  • January 16, 2025 

ગત તારીખ ૧૯-૬-૨૦૨૪ના રોજ પારડી પોલીસ મથકે એક સગીરાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેને વાપીથી સ્વીફ્ટ કારમાં તેના એક મહિલા મિત્ર અને એક પુરુષ મિત્રએ બેસાડીને વિરામ હોટલ પાસે લાવ્યા બાદ એકટીવા મોપેડ ઉપર તોણીયા ગંગાજી ખાડી કિનારે આવેલી એક વાડીમાં લઈ જવાઈ હતી. જ્યાં ઝૂંપડીમાં મહિલા મિત્ર વિશાખા નાયકાએ મિત્ર ધૃવિલ સાથે સંબંધ રાખવા કહ્યું હતુ.

જે બાદ વિશાખા અને તેમનો યુવક મિત્ર વિજય સગીરભાઈ તે સગીરાને ઝૂંપડીમાં મૂકી જતા રહ્યા હતા. તે સમયે ત્યાં ઉપસ્થિત અન્ય ધ્રુવીલ નામના યુવકે ઝૂંપડીમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે પારડી પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં ગુનામાં મદદગારી કરનાર વિશાખાબેન નાયકાની સંડોવણીને પગલે તેની ધરપકડ કરાઈ હતી. પોલીસે તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કર્યા બાદ તેણીએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે અંગે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મહિલાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ અદાલતો કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application