Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં યુવકો માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ભારતીય થલ સેનામાં અગ્નિવીરો માટે ભરતી

  • February 23, 2023 

સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઈચ્છુક યુવા અને ઉત્સાહી સશક્ત યુવકો માટે ભારતીય થલસેનામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક/સ્ટોરકીપર, ટ્રેડમેન તરીકે જોડાવા હેતુસર ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવેલ છે. આ ભરતીમાં ૧૭.૧/૨ થી ૨૧ વર્ષની (તા.૦૧/૧૦/૨૦૦૨થી ૦૧/૦૪/૨૦૦૬ વચ્ચે જન્મેલ) વય મર્યાદા ધરાવતા અપરણીત યુવકો ઓનલાઈન https://joinindianarmy.nic.in પરથી આગામી તા.૧૫/૦૩/૨૦૨૩ સુધી અરજી કરી શકશે.








અરજી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત પસંદગીની પ્રક્રિયા બે ભાગમાં થનાર છે, પ્રથમ કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ આગામી તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે ત્યાર બાદ શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોની શારીરિક યોગ્યતા કસોટી યોજાશે જેમાં ઉમેદવારે ૧૬૦૦ મીટર દોડ, લાંબો કુદકો તથા ઉચો કુદકો નિયત માપદંડમાં પૂર્ણ કરવાનો રહેશે. જિલ્લાના ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરી અરજીની નકલ જિલ્લા રોજગાર કચેરી, વ્યારા ખાતે રજુ કરવાના રહેશે. તથા ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા રોજગાર કચેરી ખાતે કરવામાં આવેલ છે.







રોજગાર અધિકારી વી.એસ.ભોયે દ્વારા જિલ્લાના યુવકો આ લશ્કરી ભરતી રેલીમાં ઉમેદવારી નોંધાવે તેવો આગ્રહ કરવામાં આવેલ છે અને વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૪/૩, વ્યારા, તાપી, ફોન.નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯/૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો એમ રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application