નર્મદા જિલ્લામાં દોડતી ખખડધજ બસોના કારણે લોકો પરેશાન છે અને મુસાફરોને મુસાફરીમાં અગવડ વેઠવી પડે છે ત્યારે એસ.ટી. નિગમે રાજપીપળા ડેપોને બે નવી બસોની ફાળવણી કરી છે. આ નવી ટેકનોલોજી અને સુવિધાવાળી બસોને રાજપીપળાથી અંબાજીના રૂટ માટે મુકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અદ્યતન સુવિધા વાળી કુલ 151 એસટી બસો ફાળવવામાં આવી હોય જેમાં રાજપીપળા ડેપોમાં બે નવી બસ ફાળવવામાં આવી છે. સાંસદ, ધારાસભ્ય, સુગર ચેરમેન, જિલ્લા પંચાયત પ્રમુખ, પાલિકા પ્રમુખ, એસટી વિભાગ માંથી ડી.ટી.ઓ સહિતનાઓની ઉપસ્થિતિમાં આ બસને રવાના કરવામાં આવી છે.
આ નવી બસને રાજપીપળાથી અંબાજી રૂટ પર મુકવામાં આવી છે. આ નવી બસમાં પુશ બેક સીટો, ટુ બાય ટુ, આરામદાયક સવારી અને ખાસ એસ.ઓ.એસ.ની સુવિધામાં કોઈ ઇમરજન્સી ટાણે બટન દબાવવાથી તાત્કાલિક રાહત મળે જેવી અદ્યતન સુવિધા હોય માટે લાંબા અંતરમાં જતા આવતા મુસાફરો માટે આ એક ઉત્તમ સુવિધા સાથેની બસ અપાઇ હોય હાલમાં આ બંને બસો રાજપીપળાથી અંબાજી રૂટ પર શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં એસટી નિગમ તરફથી વિવિધ ડેપોને નવી સ્લીપર અને અન્ય બસોની ફાળવણી કરવામાં આવી છે અને જેમાં રાજપીપળા ડેપોને 2 બસો અપાઇ છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500