નવસારીનાં જલાલપોર તાલુકાનાં નિમળાઈ ગામની સીમમાંથી બુટલેગરો દ્વારા કાર્ટિંગ કરવા માટે રાખવામાં આવેલા બિનવારસી રૂપિયા ૨.૯૪ લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો એલ.સી.બી. પોલીસે કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, એલ.સી.બી.નાં પી.આઈ.વી.જે. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પ્રોહિબીશનની પ્રવૃત્તિ રોકવા માટે પેટ્રોલિંગગમાં હતી. તે વખતે મળેલી બાતમીના આધારે જલાલપોરના નિમળાઈ ગામની સીમમાંથી જીંગાના તળાવ તરફના રોડની બાજુમાં બીનવારસી હાલતમાં રહેલા ઈગ્લિશ દારૂ વ્હિસ્કી, વોડકાની બોટલો અને બીયરના ટીન નંગ ૧,૧૫૬ જેની કિંમત રૂપિયા ૨,૯૪,૭૬૦/-નો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે આ ગુન્હામાં મરોલી પોલીસે પ્રોહિબીશન એક્ટ મુજબનો ગુન્હો નોંધી ઇંગ્લિશ દારૂ મંગાવનાર અને લાવનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500