દમણથી ટેમ્પોમાં પુઠ્ઠાનાં બોક્સોની આડમાં લઈ જવાતા દારૂનો જથ્થો કબ્જે કરી પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ કિસ્સામાં પોલીસે કુલ રૂપિયા ૬.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભીલાડ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આઈસર ટેમ્પોમાં દમણથી દારૂનો જથ્થો ભરીને નીકળ્યો છે. જે શ્રીખંડી ચેકપોસ્ટ મોહન ગામ રેલવે ફાટક થઈ નેશનલ હાઈવે નંબર ૪૮ તરફ જનાર છે. જે બાતમીને આધારે શ્રીખંડી ચેકપોસ્ટ પાસે રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમીવાળો ટેમ્પોના ચાલકે પોલીસની નાકાબંધી જોઈને ટેમ્પો આશરે ૨૦૦ મીટર દૂર રોડની બાજુમાં ઊભો રાખી દીધો હતો. જે બાદ ચાલક રાત્રીના અંધારાનો લાભ લઈ ઝાડી જંગલમાં નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે ટેમ્પોના પાછળના ભાગે જોતા પુઠ્ઠાના બોક્સ નજરે પડયા હતા. પોલીસે તે હટાવી અંદરના ભાગે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કી/બીયરની બાટલી નંગ ૩,૯૬૦ જેની કિંમત રૂપિયા ૩,૪૮,૦૦૦/- અને ટેમ્પો જેની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૬,૫૩,૦૦૦/-નો પ્રોહિ.નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બનાવ અંગે ભીલાડ પોલીસે ટેમ્પો મૂકી નાસી જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500