મધ્યપ્રદેશ પાસિંગની એક આઈસર ગાડીમાં દારૂનો જથ્થો ભરીને એક્સપ્રેસ-વે ઉપર થઈ વડોદરાથી નડીયાદ તરફ આ ગાડી જનાર છે તેવી બાતમીનાં આધારે જિલ્લા એલ.સી.બી. ટીમ આજોડ ગામની સીમમાં આવેલ એક્સપ્રેસ-વે ટોલનાકા ઉપર વોચમાં રહેલ ત્યારે વડોદરા તરફથી બાતમી મુજબની આશઇર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આઇશર ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય તેને સાથે રાખી પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જથેી આઇશર ગાડીમાં પાછળનાં ભાગેબાંધેલ તાળપત્રી હટાવી તપાસ કરતા મરચા ભરેલ બોરીઓની આડમાં દારૂ ભરેલ મળી આવેલ હતા. ડ્રાઈવરનું નામઠામ પુછતા જીતેન્ર મદન વમણા (રહે.ધાણી,તા.ધરમપુરી,થાણા ધામનોદ,ધાર મધ્યપ્રદેશ) હોવાનું જણાવતા તેના કબ્જાની આઇશરમાંથી દારૂનો જથ્થો ભરેલી 365 પેટીઓ મળી હતી. જેમાં કુલ રૂપિયા 15.780 લાખ કિંમતની 10164 દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા આઈસર ગાડી અને 140 નંગ મરચાની બેગો મળી કુલ રૂપિયા 25.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application