વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાની પ્રાથમિક શાળામાંથી એક શિક્ષિકાનો 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવેલ કે, શાળાના મુખ્ય શિક્ષક તેઓને શારિરીક સબંધ રાખવા દબાણ કરે છે. જેનો ઇનકાર કરતાં તેઓ ઓફિસમાં બોલાવી માનસિક હેરાનગતી કરે છે. અભયમ ટીમે ઍક શિક્ષીકાને સાથે રાખી મુખ્ય શિક્ષક સાથે મિટિંગ કરી આવી હરકત ના કરવા ચેતવણી આપી કે, આવી હરકત કરવી એ ગુનો છે અને આપની નોકરી જોખમમાં આવી શકે છે. જેથી તેઓએ ખાત્રી આપી કે, હવે પછી કોઈ પ્રકારની હેરાનગતી નહી કરું. મહિલાને પણ આગળ કોઈ કાર્યવાહી ના કરવી હોઈ સમાધાન કરવામાં આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ, મહીસાગર જીલ્લાનાં શિક્ષિકા પ્રાથમિક શાળામાં છેલ્લા છ વર્ષથીં નોકરી કરે છે. જેઓને આચાર્ય સાથે કામગીરી બાબતે અવારનવાર મળવાનું થતું. બને વચ્ચે લાગણીભર્યા સબંધ હતાં. સમય જતાં મુખ્ય શિક્ષકે શારિરીક સબંધ રાખવા દબાણ કરેલ. શિક્ષીકા પોતે પરણિત હોવાથી તેઓએ સબંધ રાખવાનો ઇનકાર કરેલ. જેથી ગુસ્સામાં આવી મુખ્ય શિક્ષક નાની નાની બાબતોમાં ભૂલ કાઢી માનસિક ત્રાસ આપતાં. અતિશય હેરાનગતિથી ત્રાસી તેઓએ અભયમમાં મદદ માંગી હતી. ઘટના સ્થળે પહોંચી અભયમ દ્વારા સમજાવેલ કે, કાર્ય સ્થળે હેરાનગતિ કરવી એ ગુનો બને છે અને જેની સજા પણ થઇ સકે છે. વાલીઓ પોતાનાં સંતાનોને સારું શિક્ષણ અને સંસ્કાર મળે તે માટે શાળામાં મોકલતા હોય છે. તમે પોતે જ વૃત્તિ રાખો તે યોગ્ય નથી. મુખ્ય શિક્ષકે પોતાની ભુલ કબૂલી હતી અને હવે પછી કોઈ હેરાનગતિ નહી કરુ તેની ખાત્રી આપી હતી. તેઓને સુધરવાની તક આપી સમાધાન કરવામા આવ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500