Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા અને ભરૂચ જિલ્લાનાં આશ્રમ શાળા કર્મચારી સંઘનાં પ્રમુખ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

  • November 10, 2024 

નર્મદા અને ભરૂચ જિલ્લાના આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ અને ફૂલવાડી આશ્રમ શાળાના આચાર્યએ ઘાટોલીના શિક્ષક પાસે શિક્ષકના સરકારી એરિયસના ડિફરન્સના નાંણા મેળવવા માટે લાંચની માંગણી કરતા નર્મદા લાંચ રુશ્વત વિરોધી શાખાએ રંગે હાથ ઝડપી પાડયો હતો. મળતી માહિતી મુજબ, ઘાંટોલી આશ્રમ શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમનું સને ૨૦૧૯થી ઉચ્ચતર પગાર મળવા પાત્ર હોય જે ઉચ્ચતર પગાર અને એરિયર્સ મંજૂર થઈ જમાં થતા રાજેશ શંકરલાલ ભટ્ટ (વર્ગ-૩) નોકરી, આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા તા.ગરુડેશ્વર, જિ.નર્મદા પોતે ભરૂચ-નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ હોય તેઓએ ફરીયાદી શિક્ષકને જણાવેલું થઈ ગયું છે.


જેથી તમારે મને મારા ૮૦૦૦ તથા ૪૦૦૦ અધિકારીના મળી કુલ ૧૨૦૦૦ આપવાનું જણાવી આ રકમની લાંચની માંગણી કરતા ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા છટકું ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી લીધા હતા. લાંચની રકમ ૮,૦૦૦ સાથે સ્થળ ઉપર પકડાઈ જતા નર્મદા એ.સી.બી.એ આચાર્ય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ટ્રેપમાં ટ્રેપીંગ અધિકારી ડી.ડી.વસાવા, પોલીસ ઈન્સ્પેક્ટર એ.સી.બી. પો.સ્ટે. નર્મદા તથા તેમની ટીમ તેમજ સુપરવીઝન અધિકારી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરાએ છટકું ગોઠવી આશ્રમ શાળાનાં આચાર્ય રાજેશ શંકરલાલ ભટ્ટને પકડી ગુનો દાખલ કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application