મનિષા એસ. સુર્યવંશી/તાપી : કુકરમુંડાનાં આશ્રવા ગામથી કુકરમુંડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જાહેર રોડ ઉપર જાહેર જુગાર રમાડતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૧/૧૨/૨૦૨૪નાં રોજ આઉટ પોસ્ટ વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર /અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે સમયે આશ્રવા ગામથી કુકરમુંડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જાહેર રોડ ઉપર આવતાં એક ઈસમ ખુલ્લી જગ્યામાં કઈક કાગળમાં લખતો નજરે પડ્યો હતો.
જેથી તે ઈસમને પકડી તેની પૂછપરચ કરતા મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ લખી હારજીતનો જુગાર રમાડતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, ગોપાલ વિજયભાઈ મોરે (રહે.સદગવાણ ગામ, નિશાળ ફળિયું, કુકરમુંડા) જણાવ્યું હતું. તેમજ વધુ પૂછ પરચ કરતા જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યનાં તલોદાનાં આસિફ નામનો ઈસમ જમા થયેલ આંકડાઓના પૈસા આપતો હોય તેણે આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો સહીત જુદા-જુદા દરની ચલણી નોટોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસે કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500