મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં માયપુર ગામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો જે બાબતની રીઝ રાખી ઈસમે માતા-પુત્રીને નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં માયપુર ગામનાં દુકાન ફળિયામાં રહેતા કવિતાબેન ભીખુભાઈ ગામીતનાઓ તારીખ ૧૮/૧૧/૨૦૨૪નાં રોજ તેમની માતા સાથે કોર્ટ મુદતેથી પરત પોતાના ઘરે જતી વખતે રેખાબેનનાં ઘરે હાજર હતા.
તે દરમિયાન તરૂણભાઈ રાજેશભાઈ ચૌધરી (રહે.માયપુર ગામ, દુકાન ફળિયું, વ્યારા)એ તેમને રોકી જણાવ્યું કે, મારા વિરુદ્ધ કોર્ટ કેસ ચાલતો છે તે પરત ખેંચી લો નહીતર તમોને જીવતો નહિ રહેવા દઉ, તેમ કહી નાલાયક ગાળો આપી કવિતાબેનનાં વાળ પકડી મારામારી કરી હતી તેમજ કવિતાબેનની માતા સુમિત્રાબેન જીણાભાઈ ગામીત નાઓને શરીરે ઢીકમુક્કીનો મારમારી અને રેખાબેન લલ્લુભાઈ ગામીતને પણ ધક્કો મારી દેતાં તેના માથાનાં ભાગે ઈજા કરી નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કવિતાબેન ગામીતનાંએ વ્યારા પોલીસ મથકે નાલાયક ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર તરૂણ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500