Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલથાણ હાઇવે પરથી કારમાંથી દારૂનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

  • June 07, 2024 

કામરેજ પોલીસે વલથાણ હાઇવે પર વોચ ગોઠવી અર્ટીગા કારમાંથી 16 હજાર કિંમતનાં વિદેશી દારૂ સાથે સૌરાષ્ટ્રનાં બે ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગ્રે કલરની અર્ટીગા કાર નંબર GJ/38/BB/6504માં મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો ભરી ભાવનગર તરફ જનાર હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી.


પોલીસે વલથાણ નેશનલ હાઈવે નંબર-4 પર વોચ ગોઠવી બાતમી મુજબની કાર અટકાવી તપાસ કરતા તેમાંથી વિદશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે 16 હજારની વિદેશી દારૂની 91 નાની-મોટી બોટલો, 8 હજાર કિંમતનાં 2 નંગ મોબાઈલ અને 5 લાખ કિંમતની કાર મળી પોલીસે કુલ 5.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ પોલીસે દારૂની ખેપ મારનાર જગદીશ કાનજી સરકડીયા અને  રામજી નાગર પાટોડીયા (બંને રહે.પાટણા ગામ, જિ.ભાવનગર)નાંની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News