વાપીનાં ઉમરસાડી ગામનાં ઓગણીયા તળાવમાં નાહવા ગયેલા ૪૩ વર્ષીય વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, સુનીલભાઈ છનીયાભાઈ હળપતિ (રહે.ઉમરસાડી, દેસાઈવાડ, પટેલ ફળિયા, તા.પારડી) સવારના સમયે નાહવા માટે તળાવમાં ગયા હતા.
જ્યાં તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોએ તેમને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સમાં ફરજ ઉપરના ડોક્ટરે તપાસ કરી સુનીલભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતકના ભાણેજ અભયભાઈ મુકેશભાઈ હળપતિ (રહે.ઉમરસાડી) દ્વારા પારડી પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. અભયભાઈના જણાવ્યા મુજબ, તેમના મામા સુનીલભાઈ તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500