Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીમનાં ઉંભેળ ગામે વાહન અડફેટે રાહદારીનું ઘટના સ્થળ પર મોત

  • November 17, 2024 

સુરત જિલ્લાનાં કીમ તાલુકાનાં ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-૪૮ પર રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા તેનું ગંભીર ઈજા સાથે ઘટના સ્થળે મોત થયું હતું. મળતી માહિતી મુજબ, કામરેજનાં ઉંભેળ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-૪૮નો રસ્તો રજનીશ રામબહોર રાવત ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલ અજાણ્યા વાહન ચાલક રજનીશને અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો. જોકે રજનીશને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application