દાહોદ જિલ્લાનાં સિગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ-1ની માસુમ વિધાર્થીનીના હત્યારા 56 વર્ષના આચાર્ય ગોવિંદ નટ સામે સમગ્ર જિલ્લામાં ભારે ફિટકાર જોવા મળી રહ્યો છે. આ હત્યારા આચાર્યને ફાંસી સજા આપમાની માંગ કરાઈ રહી છે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'દાહોદ કોર્ટમાં 1700 પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. દાહોદમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી ઘટનાને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ મામલે 300 લોકોની ટીમે કામ કર્યું છે. 65 જેટલા અલગ અલગ રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે. આ ચાર્જશીટ 1700 પાનાની બનાવવામાં આવી છે. આ ચાર્જશીટમાં ડિજિટલ એવિડન્સ, ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ, ફોરેન્સિક બાયોલિકલ એનાલિસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમિયાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ ટેક્નોલોજી દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ પુરાવાનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ફોરેન્સિક સાયક્લોજીકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડિયો ઉતારશે.
દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ-1માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ તારીખ 19મી સપ્ટેમ્બર સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં.
જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. દીકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થિનીને લઇને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, શાળાના આચાર્ય દ્વારા જ વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ માટે 10 ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસે શિક્ષકોના નિવેદનો પણ લેવાયા હતાં. પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500