Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ નગરમાં ફ્લેટ પર ગેરકાયદે કબ્જો કરનાર સામે માલિકે ગુનો નોંધાવ્યો

  • October 09, 2024 

સોનગઢ નગરમાં રેલવે સ્ટેશન નજીક સુંદરમનગર સોસાયટીમાં રહેતા અને સીપીએમ ખાતે મેઈન્ટેનસ ડિપાર્ટમેન્ટમાં હેલ્પર તરીકે નોકરી કરતા ઈનુસભાઈ મુનાફભાઈ પટેલ (ઉ.વ.૪૦)એ કહેવાતા દૂરના સંબંધી રમઝાનભાઈ પટેલને સોનગઢ નયનદીપ કોમ્પ્લેક્ષમાં આવેલો ફ્લેટ નં.૩૦૯ વર્ષ ૨૦૧૯માં ડિપોઝિટ પેટે રૂ.૫૦૦૦ લઈને માસિક રૂ.૩૦૦૦ના ભાડેથી આપ્યો હતો. ફ્લેટમાં રમઝાન પટેલ પત્ની સમીનાબેન ઉર્ફે મુન્ની પટેલ સાથે રહેતો હતો. શરૂઆતના બે માસ ભાડું આપ્યા બાદ દંપતીને કોઈને કોઈ બહાના કાઢી ભાડું આપવાનું બંધ કર્યું હતું. ભાડું આપવું ન પડે તે માટે ફ્લેટ માલિક ઇનુસ પટેલની પત્ની વિરૂધ્ધ ખોટી ખોટી અરજી કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતુ તથા રોકડા રૂ.૨ લાખ ચૂકવ્યા હોવાથી તે પરત આપો તો જ ઘર ખાલી કરીશું એવા રોકડમાં નાણાં આપ્યાના ખોટા આક્ષેપો પણ શરૂ કર્યા હતા.


ત્યારબાદ સમીનાબેન પટેલે હવે આ મકાન પર આવતા નહીં કહી ઇનુસ પટેલને જો આવશો તો ખોટા પોલીસના અને કોર્ટના કેસમાં ફસાવી દઈશ અને ચિઠ્ઠી લખી આત્મોવિલપાન કરી લઈશ એવી ધમકીઓ પણ આપી હતી. દરમિયાન ત્રણ દિવસ પહેલા તા.પના રોજ ઇનુસ પટેલ પત્ની શબીનાબેનને સાથે લઇ ફ્લેટ પર ગયા હતા અને સમીનાબેનને જેણાવ્યું હતું કે, તમે ઘણા સમયથી ફ્લેટમાં રહો છો અને ભાડું પણ આપતા નથી, આમારું પરિવાર મોટું હોવાથી રહેવા માટે અમારા ફ્લેટની જરૂર છે એટલે ફ્લેટ ખાલી કરી કરવા જણાવ્યું હતું.


જેથી સમીના પટેલે ડિપોઝીટ પેટે આપેલા રૂ.૨ લાખ પાછા આપશો તો જ ફ્લેટ ખાલી થશે કહીને બોલાચાલી શરૂ કરતા ફ્લેટ મલિક ઈનુસ પટેલ અને શબીનાબેને ઘરનો સામાન બાહર કાઢીને બાજુના ફ્લેટના ફ્લોર પર મુકી દીધો હતો. અને પોતાના ફ્લેટને તાળું મારી જતા રહ્યા હતા. જોકે રાત્રે સમીનાનો પતિ રમઝાન ઘરે આવ્યો હતો. અને બંનેએ ફ્લેટનું તાળું તાળું તોડી અંદર રહેવા લાગ્યા હતા. ઇનુસના મોટા ભાઈ મુબારક પટેલને ફોન કરી રમઝાને ગમે તેમ ગાળો આપી હતી અને હવે ફ્લેટ ભૂલી જાવ, ફ્લેટની માંગણી કરશો તો જાનથી મારી નાંખીશુ એવી ધમકી આપી ફ્લેટનો ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. જે અંગે ઈનુસ પટેલે સોનગઢ પોલીસ મથકે સમીના ઉર્ફે મુન્ની રમઝાન પટેલ તથા રમઝાન પટેલ સામે ફરિયાદ આફતા પોલીસે ગેરકાયદેસર કબજો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application