માન.મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અનવ્યે રાજ્યમાં દિવ્યાંગજનોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે દરેક જિલ્લામાં જનરલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને જીએમઇઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ દ્વારા "યુનિવર્સલ આઈડી ફોર પર્સન વીથ ડિસેબિલીટીઝ (UDID)" પોર્ટલ ઉપર રાજ્યના મહત્તમ દિવ્યાંગજનોને યુ.ડી.આઇ.ડી કાર્ડ મળી રહે તે માટે દરેક તાલુકા દીઠ કેમ્પનું આયોજન કરવા આવેલ છે.
જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ દિવ્યાંગજનોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે દરેક તાલુકા દીઠ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10/02/2023નાં રોજ સા.આ.કેન્દ્ર ડોલવણ અને સા.આ.કેન્દ્ર વાલોડ તથા આગામી તા.17/02/2023નાં રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દિવ્યાંગજનોને યુ.ડી.આઇ.ડી કાર્ડ મળી રહે તે માટે કેમ્પ યોજાશે.
તાપી જિલ્લામાં વસતા તમામ દિવ્યાંગજનોએ આ કેમ્પનો લાભ લેવા માટે પોતાના વિસ્તારની આશા બહેનોનો સંપર્ક કરવા અને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા મુખ્ય તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ વ્યારા તથા તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500