દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘરાજાએ જબરદસ્ત એન્ટ્રી કરી છે. ગુરુવારે વહેલી સવારથી વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ઉઘના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે બારડોલીના 10 અને પલસાણાના 4 રસ્તા પણ બંધ કરવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા હોવાથી જાહેર માર્ગો બંધ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ,સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉધના-નવસારી રોડ પણ વરસાદી પાણી ભરાતા જાહેર માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે,જેના કારણે વાહનચાલકોને લાંભા અંતરના માર્ગ થઈ જવાથી ભારે મુશ્કેલી થઈ રહી છે.શહેરના કામરેજમાં 6 ઇંચ,પલસાણામાં 5,માંડવીમાં 4,બારડોલી-મહુવામાં 3 અને સુરત-માંગરોળમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાની માહિતી છે.
પણસાણામાં 4 જાહેર માર્ગ બંધ કરાયા
હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 કલાકમાં સુરત,વલસાડ,નવસારી,તાપી જિલ્લમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં છે. નવસારી અને વલસાડમાં તો રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે સુરત,તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે.પલસાણામાં વરસાદી પાણી ભરાતા બગુમારા-બલેશ્વર રોડ,તુંડી-દાસ્તાન રોડ,બગુમારા-તુંડી રોડ અને લથાણ- બલેશ્વર રોડ બંધ કરાયા હોવાની માહિતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500