Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ ઓ.એન.જી.સી રોડ પર બસ અને બાઈક વચ્ચેનાં અકસ્માત એકનું મોત

  • January 30, 2023 

ભરૂચનાં ઓ.એન.જી.સી રોડ પર આવેલ નવીનગરી ખાતે રહેતા શંકર ચીમન વસાવા ગતરોજ દૂધ ભરવા માટે મોટરસાયકલ નંબર GJ/16/BF/3239 પર જતા હતા. તે દરમિયાન વરેડિયા ચોકડી પાસે આવેલ સમા હોટેલ નજીક સામેથી પુરઝડપે આવેલ ટ્રાવેલ્સની બસ નંબર AR/01/T/7855એ બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શંકર વસાવાને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓનુ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ. જયારે ખાનગી ટ્રાવેલ્સ ચાલક પોતાની ટ્રાવેલ્સ બસ ને સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવમાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application