ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર એક કન્ટેઇનર ચાલકે નબીપુર ઓવર બ્રીજ ઉતરતી વેળાં એક રીક્ષાને ટક્કર મારી ત્યાંથી ભાગ્યો હતો. જેમાં ચાર વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. ગાંધીધામ GIDC વિસ્તારમાં રહેતાં સાહિલ અબ્દુલ્લા ખાન તેમના કન્ટેઇનરમાં ગાંધીધામથી ટાટા કંપનીના કાર્ટૂન ભરીને બેગ્લોર જવા માટે નિકળ્યાં હતાં. તે દરમિયાન ભરૂચ હાઇવે પર કવિઠા ચોકડી પાસેથી પસાર થતાં સમયે અન્ય એક કન્ટેઇનર ચાલકે પુરઝડપે આવી તેમના કન્ટેઇનરમાં અથાડી દેતાં અકસ્માત સર્જાયો હતો.
જેના પગલે અકસ્માત સર્જનાર કન્ટેઇનરનું ડ્રાઇવર કેબિનનો ખુરદો બોલી જતાં તેમાં ફસાઇ જવાને કારણે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. અરસામાં જાણવા મળ્યું હતું કે, અકસ્માત સર્જનાર કન્ટેઇનર ચાલક નબીપુર ખાતે આવેલાં ઓવર બ્રીજ પરથી ઉતરતી વેળાં અન્ય એક રીક્ષાને પણ ટક્કર મારી હતી. જેના પગલે રીક્ષામાં બેસેલાં બે પુરૂષ તેમજ બે મહિલા મળી કુલ ચાર જણાઓને ઇજાઓ પહોંચાડી ત્યાંથી નાસી છુટ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application