ગુજરાતમાં હાલ લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જો કે,થોડા દિવસ અગાઉ રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ,આગામી પાંચ દિવસની આગાહીમાં બે દિવસ વરસાદ થવાની શક્યતા છે જ્યારે ત્યાર બાદ હવામાન વિભાગે ગરમીનું જોર વધવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ,આજે તથા અંતિમ દિવસે એટલે કે 26 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે.દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.
નર્મદા,ડાંગ અને તાપીમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના દક્ષિણ ભાગમાં નર્મદા,ડાંગ અને તાપીમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે.જ્યારે રાજ્યના અન્ય ભાગો તથા સૌરાષ્ટ્રમાં વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરાઈ નથી. આ પછી પાંચમાં દિવસે એટલે કે 26 એપ્રિલે રાજ્યના દક્ષિણ ભાગમાં સુરત,તાપી,ડાંગ અને નવસારીમાં વરસાદ થવાની સંભાવનાઓ દર્શાવાઈ છે. આજે તથા 26મીએ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતાઓ છે. ત્યાર બાદ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500