વાલોડ ખાતે રાજ્ય ધોરી માર્ગને અડીને આવેલ માર્ગ ઉપર કાચા પાકા બાંધકામ કરનારાઓને નોટીસ અપાતા લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ ફેલાયો. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ તાપી હસ્તકના ઉનાઈ, બુહારી, મઢી, માંડવી રોડ કિમી 102/00 128/200 ઉપર બુહારી, વાલોડ તથા બાજીપુરા ગામ પાસે આવેલ બિનઅધિકૃત દબાણો દૂર કરવા બાબતોની રજૂઆતો કરવામાં આવેલ છે.
જે અન્વયે ઉક્ત રસ્તા પર આવતા વાલોડ, બાજીપુરા તથા બુહારી ગામે રસ્તાનાં મધ્યબિંદુથી 15 મીટર બંને બાજુની હદમાં એટલે કે રસ્તાની આર.ઓ.ડબલ્યુમાં કોઈપણ પ્રકારની પરવાનગી કે જાણ વગર બિનઅધિકૃત રીતે કાચું મકાન, પાકું મકાન પતરાનો શેડ, લારી-ગલ્લા વગેરે બનાવવામાં આવેલ છે. જેની 7માં દૂર કરવા જણાવવામાં આવ્યું છે. અન્યથા સદર દબાણ કર્તાઓના ખર્ચે તથા જોખમે દૂર કરવામાં આવશે તેવી નોટિસ માર્ગ મકાન વિભાગનાં હાથેથી લખેલ પત્ર ઉપર દબાણકર્તાઓની સહી લેવામાં આવી હતી. વાલોડ, બુહારી અને બાજીપુરા ખાતે રોડની મધ્યબિંદુથી 15 મીટરની અંદર કરવામાં આવેલ દબાણો દૂર કરવા માર્ગ મકાન દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. આ દબાણો દૂર થશે તો વાહનોની પાર્કિંગ યોગ્ય રીતે કરી શકાશે. હાલ આ દબાણોને લીધે માર્ગ ઉપર નાછુટકે વાહનોનું પાર્કિંગ કરવામાં આવે છે, જે દૂર થાય તો લોકોનો ઉપયોગી થઈ શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500