Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડની વાર્ષિક સાધારણ સભા મળી

  • December 15, 2022 

કેન્દ્ર સરકારની CSS 10 હજાર FPO બનાવવાની યોજના હેઠળ ઇમ્પલીમેન્ટેશન એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (સાહસ ગુજરાત સરકાર) અને CBBO ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝ હેઠળ આહવા તાલુકામા બનેલ FPC "આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ" ની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનુ આયોજન ડાંગ ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલની અધ્યક્ષતામા કરવામા આવ્યુ હતુ.


સભામા FPC ચેરમેન શ્રી વિજયભાઈ પટેલે સભાને FPO વિશે જનરલ માહિતી આપી, ગત વર્ષમા થયેલ આવક જાવકનુ સરવૈયુ સભાસદો સમક્ષ રજૂ કર્યું હતુ.આ FPO ના નેજા હેઠળ આગામી મહિનામા પ્રોસેસિંગ સેન્ટર ચાલુ કરવા સાથે,  પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેત ઉત્પાદનો જેવા કે રાગી, વરઈ, આંબામોર ચોખા, દૂધ મલાઈ ચોખા જેવા વિશેષ ઉત્પાદનોનુ મૂલ્યવર્ધન કરી દેશ દુનિયામા વેચાણ કરવામા આવનાર છે તેમ જણાવ્યુ હતુ.


CBBO સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી માધવ જોષીએ ડાંગ જિલ્લામા ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ, પોતાના જ ગામમા મળી રહે તેવા હેતુ થી 232 જેટલા "પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ" બનાવવાની જાહેરાત કરી હતી. જેમાંથી વઘઈ તાલુકામા 96 મોડેલ ફાર્મ બનવાની જાહેરાત પણ કરાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application