Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર : અજાણ્યા વાહન અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું મોત

  • February 14, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તળોદા તાલુકાના રાજવીહીર ગામના પાણીની ટાંકી પાસે રહેતા ઈશ્વરભાઈ ટેડગ્યાભાઈ પાડવી (ઉ.વ.28) નાઓ તારીખ 11/02/2024નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/AF/4432 લઈ મટાવલ ગામેથી પરત આષ્ટા ગામ તરફ આવતા હતા. તે દરમિયાન આશ્રવા ગામથી આષ્ટા ગામની વચ્ચે રોડ ઉપર ઈશ્વરભાઈની બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં ઈશ્વરભાઈ પાડવી નાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોત નિપજ્યું હતું. બનાવ અંગે મરણ જનારના પિતાની ફરિયાદના આધારે નિઝર પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application