નવસારીનાં નાની ચોવીસી ગામે આવેલ બંધ બંગલામાંથી અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હોવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધાઇ હતી. બનાવની વિગત એવી છે કે, નવસારીનાં નાની ચોવીસી સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી ગ્રીનવેલી સોસાયટીના બગલા નંબર-A-30માં રહેતા ભાવેશ મગનભાઈ મિસ્ત્રીએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરી કે, તેઓ તેમના ભાઈ અને માતા-પિતા સાથે પરિવાર સાથે છેલ્લા દોઢ વર્ષથી અહીં રહે છે. તેમના પિતા રત્નકલાકાર અને ભાઈ હાલમાં ઓમાનમાં નોકરી કરી તા.12મી જાન્યુઆરીના રોજ નવસારીમાં પરિવાર સાથે આવ્યા હતા.
જોકે ગત તા.28 જાન્યુઆરીનાં રોજ તેમના માસી અંકલેશ્વર રહેતા હોય તેમના માતા-પિતા અને ભાઈ ત્યાં ગયા હતા અને તા.29મી જાન્યુઆરીના રોજ તેમની પત્નીના દાદી દિગસ ગામે રહેતા હોય ઘર બંધ કરી તેઓ ગામે ગયા હતા. બીજા દિવસે તેઓ ઘરે આવ્યા બાદ જોયું તો તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો કાપી નાંખેલી હાલતમાં જોવા મળ્યો હતો. જયારે ઘર અંદરથી બંધ હોય ભાવેશ મિસ્ત્રીએ પાછળના દરવાજાથી પ્રવેશ કરી તેમના માતા-પિતાના બેડરૂમના કબાટનું તાળુ તૂટેલું અને વસ્ત્રો અસ્ત વ્યસ્ત હતા.
તેમજ પહેલા માળે ભાવેશભાઈના બેડરૂમમાં પણ સામાન અસ્ત-વ્યસ્ત હોય અને તેમનો ભાઈ પણ આવી જતા નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જેમાં દાગીનાના બોક્સ ખાલી હતા, સોના-ચાંદીના દાગીના અને વિદેશી ચલણ 145 રિયાલ લગભગ રૂપિયા 30 હજાર અને રોકડ રૂપિયા 15 હજાર મળી કુલ રૂપિયા 1.68 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500