ચીખલીનાં આલીપોર પાસે આવેલ જી.આર.બી. ક્વોરીમાં કામ કરતા લાજરસભાઈ કોલધા તેમના પિતા મોહનભાઇ કોલધા સાથે ઘરવખરીનો સામાન લેવા માટે સાંજના સમયે અઢારપીર ગયા હતા. સામાન લઇ પરત ક્વોરી જતા રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. તે દરમિયાન ચીખલીથી વાંસદા તરફ જતી આઈ-20 કાર નંબર GJ/21/AA/8233નાં ચાલકે પૂરઝડપે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલા મોહન કોલધાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમને 108ની મદદે પ્રથમ સારવાર ચીખલીની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની લાજરસભાઇ મોહનભાઇ કોલધાએ ફરિયાદ કરતા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં બામણવાડા દેસાઈ ફળિયામાં રહેતા દિનેશભાઇ સુખભાઈ હળપતિ તેમની પત્ની ગીતાબેન હળપતિ સાથે બાઇક નંબર GJ/21/E/3538 લઈ ખુડવેલ ચાર રસ્તા પાસે શાકભાજી લેવા માટે ગયા હતા. જ્યાંથી પરત ઘરે જતી વખતે કલીયારી ચાર રસ્તા પાસે બામણવાડા રોડ તરફ વળતા હતા. તે દરમિયાન રૂમલા તરફથી પૂરપાટ ઝડપે આવેલી કાર નંબર GJ/21/CC/5272નાં ચાલકે તેમને અડફેટે લેતા બંનેને ઈજા પહોંચી હતી. બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે દિનેશભાઇ હળપતિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગીતાબેનને સારવાર હેઠળ છે. બનાવની જીતુભાઇ જયંતિભાઈ હળપતિ (રહે.બામણવેલ, દેસાઈ ફળિયા, તા.ચીખલી) નાએ ફરિયાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application