Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદાનાં હોળીપાડા ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા સારવાર દરમિયાન યુવકનું મોત

  • October 05, 2023 

નવસારીમાં વાંસદા તાલુકાનાં હોળીપાડા ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા હોળીપાડાના વચલા ફળિયામાં રહેતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઇને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બનાવની વિગત એવી છે કે, હોળીપાડા ગામે વચલા ફળિયામાં રહેતા અક્ષય બસનુભાઈ ગાવિત (ઉ.વ.24) ફળિયામા રહેતો તેનો મિત્ર નિકુંજ રમેશભાઈ ગાયકવાડ સાથે તેની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/21/BF/6601 લઈ મોટી ભમતી ગામે મંદિર ફળિયામાં ગત ગુરૂવારે ગણપતિ વિસર્જન જોઈને ઘરે પરત ફરી રહ્યાં હતા.



તે દરમિયાન હોળીપાડા ગામની હદમાં ધીરુભાઈ વસનજી પટેલના ઘરની આગળ અક્ષય ગાવિતે બાઇક પરથી કાબૂ ગુમાવતા સામેથી આવતી બાઈક નંબર GJ/26/D/ 6864 સાથે અથડાવી હતી. જેમાં બંને બાઈક પર સવાર ચાર વ્યક્તિને ઈજા થતા 108 એમ્બુલન્સમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ગંભીર ઈજાને પગલે અક્ષય ગાંવિતને સુરત સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તારીખ 3જી ઓક્ટોબરના રોજ તેનું મોત નિપજ્યું હતું. બનાવની વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application