દક્ષિણ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજીનાં સાનિધ્યમાં દર વર્ષે જાન્યુઆરીમાં મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ગુજરાત તેમજ અનેક રાજ્યોમાંથી માતાજીમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે આવી ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી મેળાનો આનંદ માણતા હોય છે. મેળાને કારણે સ્થાનિક દુકાનદારો તેમજ બહારથી આવતા ધંધાર્થીઓ રોજીરોટી મેળવતા હોય છે.
જોકે કોરોના જેવી મહામારીના કારણે ત્રણ વર્ષથી મેળાનું આયોજન થયું નહીં હોય જેને લઈ સ્થાનિક દુકાનદારો તેમજ બહારથી આવતા ધંધાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી હતી. જોકે આ વર્ષે સ્થાનિક તંત્ર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવતા ભાવિક ભક્તો તેમજ ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. ઉનાઈ માતાજીમાં આસ્થા ધરાવતા સ્થાનિક આદિવાસીઓ તેમજ ગુજરાત બહારથી આવતા ભાવિક ભક્તો આ મેળાનો આનંદ ઉઠાવતા હોય છે.
મેળામાં ઉનાઈ તથા ખંભાલિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. મકરસંક્રાંતિમાં દાન કરવાનું અનેરું મહત્વ હોય છે. જેમાં અનેક ભાવિક ભક્તો ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી માતાજીના દર્શન કરી અનાજનું દાન કરતા હોય છે. જયારે દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો મેળામાં મોતકૂવા, ટોરાટોરા, ચકડોળ, સર્કસ, તેમજ અનેક અવનવી રાઇટ્સમાં પરિવાર સાથે લોકો મોજશોખ કરતા હોય છે તેમજ અનેક ખાણીપીણીની દુકાનો તેમજ ઘર વપરાશની, ઘરની સુશોભનની ચીજવસ્તુઓ આકર્ષણ જમાવતું હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500