વાંસદાનાં બજાર વિસ્તારમાં આવેલ વેભવી ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ શો-રૂમનાં માલિક પરિવાર સાથે બહાર ગામ ફરવા ગયા હતા અને શો-રૂમની દેખરેખ માટે ધર્મેશ કાંતિલાલ શાહને સોંપી ગયા હતાં. જે શો-રૂમનાં સ્ટાફ સાથે તારીખ 28મી’ના રોજ રાબેતા મુજબ શો રૂમ બંધ કરી ઘરે ગયા હતાં.
જોકે સવારે શો-રૂમ ખોલતા દુકાનના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા મનીશભાઈએ સ્ટોક ચેક કરતા કાઉન્ટરની પાછળ મોબાઈલ રાખવાના ડિસ્પ્લે શો પીસમાં મૂકેલા મોબાઈલમાંથી એક એપલ કંપની અને બીજો સેમસંગ કંપનીનો મોબાઈલ નજરે પડયો ના હતો. આથી શો રૂમમાં મૂકેલા કેમેરાનાં CCTV ફૂટેજ ચેક કરતા એક અજાણ્યા ઈસમે તારીખ 29/06/2024નાં રાત્રીના 3 કલાકે ઘરનાં ત્રીજા માળે ઘરનાં પાછળની સ્લાઈડર બારીમાંથી ઘરની અંદર પ્રવેશ કરી દુકાનનાં કાઉન્ટરની પાછળ મોબાઈલ ફોન રાખવાની ડિસ્પ્લેનાં ખાનામાંથી બે મોબાઈલ ચોરી કરી લઈ ગયેલાનું જણાઈ આવ્યું હતું. સ્ટોક ડીટેલ કાઢતા એક એપલ કંપનીનો આઇ ફોન મોબાઈલ જેની કિંમત રૂપિયા 75,000/- હજાર તથા સેમસંગ કંપનીનો પેલેક્સી A55 મોબાઈલ જેની કિંમત રૂપિયા 45,000 બંને મળી કુલ રૂપિયા 1,20,000/-નો મુદ્દામાલ કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરી જતા ધર્મેશ કાંતિલાલ શાહએ અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવતા વાંસદા પી.એસ.આઈ. જે.વી. ચાવડાએ અજાણ્યા ચોરને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application