નવસારીનાં ચીખલીથી ફડવેલ જતી મીની બસ સાથે ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત થતાં મીની બસનાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે બસમાં 25 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા થતાં ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચીખલી ફડવેલ ગામનાં વળાંક પાસે આવેલા એક ઝાડને કારણે અકસ્માત થયાનું સ્થાનિકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. જેમાં વહેલી સવારે 6થી 6.30ની વચ્ચે ચીખલીથી ફડવેલ જતી મીની બસ સાથે ઉમરકુઈ જતી મોટી બસ સામસામે ભટકાઈ હતી.
જોકે ધડાકાભેર બંને બસ સામસામે અથડાતા બંને બસનો ખુરદો બોલી ગયો હતો. જેમાં મીની બસનાં ચાલક વિજય નારણ આહીરનો પગ કેબિનમાં ચગદાઈ ગયો હતો જેને ટ્રેકટર વડે બહાર કાઢી સારવાર અર્થે ખસેડતા મોત નીપજ્યું હતું. જયારે બંને બસ અથડાતા બસમાં સવાર 25 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા થઈ હતી સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે ચીખલી પોલીસ અકસ્માતની તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application