નવસારીનાં એરૂમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે એક મહિના પહેલા બે સોસાયટીમાં ચોરી કરનારા ઝડપાયા નથી ત્યાં વધુ એક સીતારામનગર સોસાયટીમાં સિવિલ હોસ્પિટલના નિવૃત કર્મચારી સુરતમાં દાખલ સ્વજનની ખબર પૂછવા ગયા અને તસ્કરોએ સોન-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 50 હજાર મળી 20 લાખથી વધુની ચોરી કરી થવા પામી છે. જયારે અન્ય એક બંધ ઘરમાં પણ ચોરી થઈ હોવાની માહિતી મળી છે. બનાવની વિગત એવી છે કે, એરૂ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં લાલુભાઈ કીકુભાઈ ટંડેલ સિવિલ હોસ્પિટલના નિવૃત્ત કર્મચારી પરિવાર સાથે રહે છે.
તેમજ તેઓ સુરતની હોસ્પિટલમાં સ્વજન દાખલ હોય તેની ખબર લેવા તેઓ પરિવાર સાથે સવારે 9.30 કલાકે ઘર બંધ કરી સુરત ગયા હતા. જ્યાંથી સાંજે 4 વાગ્યે પરત ઘરે આવતા જોયું તો તેમના ઘરનું મુખ્ય તાળું તૂટેલું હતું. ઘરમાં પ્રવેશી જોતા ચીજ-વસ્તુઓ ગમે ત્યાં પડી હતી તેમજ બેડરૂમમાં કબાટનું તાળું તૂટેલું હતું અને સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 50 હજાર મળી રૂપિયા 20 લાખની ચોરી થઇ હોવાની અરજી જલાલપોર પોલીસ મથકે આપી હતી. તેમના ઘરથી ત્રીજા ઘરે આવેલ શિક્ષિકાનું બંધ ઘરનું તાળું તૂટેલું હતું પણ કેટલા રૂપિયાની ચોરી થઇ તે જાણવા મળ્યું ન હતું. ઘટના જલાલપોર પોલીસે અરજીનાં આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application