બીલીમોરા જૂની સરાલાઈનમાં રહેતા યુવકે પોતાની વર્ષગાંઠમાં મહોલ્લામાં રસ્તો રોકી કેક કાપતા એ સમયે ત્યાંથી પસાર થતા અન્ય યુવકે ખસવાનું કહેતાં બંને બે પક્ષો વચ્ચે ચીમોડિયા નાકા પાસે સામસામી તલવાર, પંચ જેવા હથિયારોથી મારામારી થઇ હતી. જોકે પોલીસે આ બનાવમાં 8 સામે ફરિયાદ નોંધી હતી અને જેમાંથી 6 ઈસમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, બીલીમોરા જૂની સરાલાઈનમાં રહેતાં રોહિત જયસ્વાલ (ઉ.વ.18)નો બર્થડે હોય તેના મહોલ્લામાં રસ્તા વચ્ચે તલવારથી કેક કાપી ફોટો પાડી રહ્યાં હતા.
તે દરમિયાન કિશન ચૌહાણ (ઉ.વ.22) તેના મિત્ર પ્રવિણ સાથે ત્યાંથી જતા હોય રોહિતને ત્યાંથી ખસવાનું કહેતા વાત વણસી અને ગાળાગાળી થઈ હતી અને કિશને રોહિતને ધમકી આપી હિંમત હોય તો ચીમોડિયા નાકા પાસે આવજે એમ કહી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ રોહિત જયસ્વાલ તેની ઇકો ગાડીમાં તલવાર, પંચ સહિતનાં હથિયાર સાથે ચીમોડિયા નાકા પાસે પહોંચ્યો હતો. જ્યાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થયા બાદ તલવાર વડે હુમલામાં રોહિત જયસ્વાલને પીઠ અને હાથ ઉપર ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
બનાવ અંગે બીલીમોરા પોલીસે બંને પક્ષ મળી 8 ઈસમ સામે સામસામી ફરિયાદ નોંધી હતી. જેમાં કિશન ચૌહાણ (ઉ.વ.22), અનિલ ચૌહાણ (ઉ.વ.20), સુભાષ ચૌહાણ (ઉ.વ.24) અને જયસિંગ ચૌહાણ તેમજ સામાં પક્ષે રોહિત જયસ્વાલ (ઉ.વ.18), પ્રકાશ ઉર્ફે ટીકીઓ પાતાળપૂરે (ઉ.વ.18), શુભમ યાદવ, મનિષ યાદવ, સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે પોલીસે ફરિયાદને પગલે 6 આરોપીની ધરપકડ કરી હતી આ ઘટનાની વધુ તપાસ બીલીમોરા પી.આઇ. કરી રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500