ચીખલીનાં સાદકપોરનાં પોણીયા ફળિયામાં રહેતા ધર્મિષ્ઠાબેન અશોકભાઈ હળપતિની બહેન આશાબેન સોમવારની રાત્રે 8.30 વાગ્યાનાં અરસામા ઘરેથી ગુમ થયા બાદ મળી આવી ન હતી. તેણીએ ફોન પણ નહીં ઉપાડતા તેની શોધખોળ આદરી હતી. તે અવાર-નવાર અજયભાઈ સાથે વાત કરતી હોય તેનો સંપર્ક કરતા તેણે તમારી બહેન સાથે તલાવચોરા ગામે લગ્ન પ્રસંગમાં આવેલા છે. તે ફોન ચાર્જમાં મૂકી લગ્નમાં જમવા ગઇ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ આશાબેનનાં ફોન પર અવાર-નવાર ફોન કરતા અજયે ઉપાડ્યો હતો અને તે જોર જોરથી રડવા લાગ્યો હતો. ઘરની પાછળ ખેતરમાં જઈને જોતા આંબાની ઝાડની ડાળી પર મરૂન રંગનો દુપટ્ટો લટકતો જોવા મળેલ અને આશાબેન ઝાડ નીચે જમીન ઉપર બેભાન હાલતમાં હોય 108 દ્વારા રેફરલમાં ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. જોકે આશાબેન અશોકભાઈ હળપતિ (ઉ.વ.24, રહે.સાદકપોર પોણીયા ફળિયા,તા.ચીખલી) નાંએ કોઈ અગમ્ય કારણોસર પોણીયા ફળિયાના ડાહ્યાભાઈના ખેતરમાં આંબાના ઝાડ ઉપર ફાંસો ખાઇ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application