ગણદેવીનાં હળપતિવાસમાં ફોઈને ત્યાં રહેતી 18 વર્ષીય યુવતીને ઘરકામ કરવાનું કહેતા ખોટું લાગતા ઘરે કોઈ ન હતું ત્યારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર, ગણદેવીનાં અનિલ રમેશ હળપતિએ પોલીસમાં જાણ કરી કે, તેમના મહોલ્લામાં રહેતી તેજલબેન ચેતનભાઈ હળપતિ તેમના માતા-પિતાનાં મોત બાદ નાના-નાનીને ત્યાં રહેતી હતી. તેનું પણ અવસાન થતાં તેમના ફોઈ સાથે મોહનપુરમાં રહેતી હતી.
તારીખ 23મી જાન્યુઆરીનાં રોજ સવારે તેમની ફોઈએ ઘરકામ કરવાનું કહી ચીકુવાડીમાં મજૂરી કામે ગઈ હતી. તેજલ હળપતિને ઘરકામ કરવાનું ગમતુ ન હોય છતાં ફોઇએ તેજલને ઘરકામ કરવાનુ કહેતા તેનું ખોટું લાગી આવ્યું હતું. જેમની ફોઈ બપોરે આવે તે પહેલાં જ ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે ગણદેવી પોલીસને જાણ કરતા પી.આઇ. તપાસ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application