Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : બંધ ઘરમાંથી રોકડ રૂપિયા અને ચાંદીના દાગીનાની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • February 25, 2023 

નવસારીનાં લુન્સીકુઇ મેદાન પાસે આપેલ સેન્ટ્રલ બેંકની પાછળ સાંઇકૃપા એપાર્ટમેન્ટના ચોથા માળે શીલાબેન રામચંદ્ર પટેલ તેમના પરિવાર સાથે રહે છે અને શીલાબેન નજીકમાં આવેલી સોસાયટીમાં ઘરકામ કરવા જાય છે તેમજ તેમના પતિ હોટલમાં વેઇટર તરીકે કામ કરે છે. જોકે ગુરૂવારનાં રોજ સવારે બંને પતિ-પત્ની કામ માટે રાબેતા મુજબ ગયા હતા.





તેમજ બપોરે 1 વાગ્યા પછી જમવા આવતા શીલાબેને જોયું તો તેમના ઘરનું મુખ્ય દરવાજાનું લોક તોડેલી હાલતમાં હતું અને ઘરની અંદર જોતા સામાન વેર વિખેર પડ્યો હતો અને ઘરની અંદર બેડરૂમમાં મુકેલો કબાટની તિજોરી પણ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. જયારે પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદમાં શીલાબેન પટેલે 30 હજાર રોકડા સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 40 હજારની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઘટના સ્થળે નવસારી ટાઉન ડીસ્ટાફ ઘસી જઇને તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application