નવસારી LCBનાં પોલીસ ઇન્સ્પેકટરએ તથા પોલીસ કર્મચારીઓને પ્રોહીબીશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃતિ રોકવા સ્ટાફ સાથે બાતમીદારો રોકી તપાસમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે નેશનલ હાઈવે નંબર-48 બોરીયાચ-ટોલનાકા ઉપર મુંબઇથી સુરત જતા ટ્રેક ઉપર ટ્રક નંબર GJ/19/Y/3278 આવતા તેમાં તપાસ કરતા ટ્રક ચાલક સોનુકુમાર રાજગીરી ખરવાલ (ઉ.વ.32, હાલ રહે.સતનારાયણ સોસાયટી, ગલી નંબર-3, ઉન પાટીયા પાસે, સુરત) નાને ઉભા રાખી પૂછપરછ તેમજ ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી 135 પુઠાનાં બોક્ષમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની નાની-મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ-5292 જેની કિંમત રૂપિયા 7,00,800/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જોકે આ જથ્થો ગેરકાયદેસર રીતે વહન કરી લઇ જતા પકડાયેલ આરોપીને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ દારુનો જથ્થો મંગાવનાર સંજયભાઇ જેનું પુરૂનામ સરનામુ ટ્રક ચાલકને ખબર નથી એવું લખાવ્યું છે તે અને દારુનો જથ્થો ભરાવનાર રાહુલ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આમ પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધમાં નવસારી રૂરલ પોલીસને તપાસ સોપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500