Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણદેવીનાં મટવાડ ગામે પતિ-પત્નિનાં ઝઘડામાં પતિએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • February 22, 2023 

ગણદેવીનાં મટવાડ ગામે રહેતા યુવાને તેની પત્ની સાથે મોબાઈલ પર ગામ જવાના મામલે ઝઘડો થતા યુવાનને ખોટું લાગતા આંબાવાડીમાં ફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાનાં મટવાડ ગામે પ્રમોદભાઈ અર્જુન સહાય (મૂળ રહે.મધુબની, બિહાર) મજૂરી કામ કરતા હતા. જોકે તેમની પત્ની સાથે મોબાઈલ ઉપર બિહાર જવા માટે વાતચીત દરમિયાન પત્નીએ જણાવ્યું કે તમે આવશો તો જ હું ગામ જઈશ તેમ જણાવતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતે પ્રમોદ સહાયને ખોટું લાગ્યા બાદ મટવાડ ગામમાં આવેલ સિગ્નેચર ફાર્મની બાજુમાં આવેલી આંબાવાડીમાં રૂમાલ (ગમ્છો) વડે ફાંસો ખાઈ લીધો હતો. આ બાબતે તેમના મિત્ર ચંદ્રેશ સહાય (રહે.બિહાર) નાને ખબર પડતાં પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે પી.એસ.આઈ. તપાસ કરી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application