નવસારીનાં નેશનલ હાઈવે નંબર-48 ખારેલ ઓવર બ્રિજ પર મુંબઈથી અંકલેશ્વર જતાં બાઇક ચાલકે ટ્રકની પાછળ અથડાવતા તેનું માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, વેરાવળ ગીર સોમનાથમાં હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા અને મુંબઈ નોકરી કરતા ગોવિંદ જદુરાઈ ચૌહાણ (ઉ.વ. 33)ની બદલી અંકલેશ્વર થતાં પોતાનો સામાન લઇ યામાહા બાઇક નંબર GJ/06/FL/1430 પર સુરત પોતાના મિત્રને ત્યાં અને ત્યારબાદ અંકલેશ્વર જવાના હતા.
જયારે સાંજે 5.30 કલાકે તારીખ 5મી ફેબ્રુઆરીનાં રોજ મુંબઈથી અમદાવાદ જતી લાઈનમાં ખારેલ ઓવર બ્રિજ ચઢતા આગળ ચાલતી અજાણી ટ્રકમાં અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોવિદભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જયહિન્દ જદુરાઈ ચૌહાણે (ઉ.વ.36, રહે.હરસિદ્ધિ સોસાયટી, વેરાવળ-ગીર સોમનાથ) નાએ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application