નવસારી જિલ્લામાંથી પાસર થતો નેશનલ હાઈવે નંબર-48 પર ગત તા.7મી નાંરોજ એંધલના દુવાડા પાટિયા પાસે લક્ઝરી બસની અડફેટે બાઇક સવારનું મોત સ્થળ ઉપર જ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, ગણદેવીનાં કછોલી સુંથારવાડ ફળિયામાં રહેતા અને સુંઠવાડ વારી સોલાર કંપનીમાં કામ કરતા હેમંતભાઈ જીવણભાઈ પટેલ (ઉ.વ.50) પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક નંબર GJ/21/H/2233 ઉપર સુંઠવાડમાં કંપનીમાં નાઈટ ડ્યુટીએ જતા હતા.
તે દરમિયાન દુવાડાથી નીકળી હાઇવે પર સુંઠવાડ બાજુ જવા હાઇવે ક્રોસ કરતા હતા ત્યારે અમદાવાદથી મુંબઈ તરફ જતી લકઝરી બસનાં ચાલકે તેમની બાઇકને અડફેટે ચઢાવતા હેમંતભાઈનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. આ અકસ્માત બાદ લક્ઝરી ચાલક લક્ઝરી મૂકી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. આ બનાવની ભુપેન્દ્ર ઉર્ફે રાજુભાઈ જીવણભાઈ પટેલ (રહે.કછોલી)એ ફરિયાદ નોંધાવતા ગણદેવીના પી.એસ.આઈ.એ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application