બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં લાયસન્સ વિના ચાલતી નોન વેજ વેચાણ કરતી 34 દુકાનો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી બંધ કરવામાં આવી હતી. જ્યારે 1 દુકાનને સીલ મારી દેવાયું હતું. ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી રીટ પીટીશન સંદર્ભે ગેરકાયદે રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી દુકાનો, લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન અને મટનની દુકાનો તેમજ અનહાઇજેનિક ચીકન અને મટનની દુકાનો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના અપાઇ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે આવી દુકાનો સીલ કરી બંધ કરવા સૂચના આપી છે.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે નિયમો 2011 હેઠળની જોગવાઇના પાલન માટે સરવે હાથ ધરાયો હતો. જેમાં બીલીમોરા પાલિકા વિસ્તારમાં સ્ટેશન રોડ, ખાડા માર્કેટ, સોરાબચાલ, ખાટકીવાડ, બીલીનાકા, અમલસાડ રોડ, ગાયકવાડ મિલ રોડ, એસવી પટેલ રોડ, ચીમોડિયા નાકા, સરાલાઈન, તલોધ રોડ, બજાર સ્ટ્રીટ બંદર રોડ, જ્યુબિલિ તળાવ સામે, મચકડી નાકા માછીવાડ મળી 38 પૈકી 34 દુકાન બંધ કરવાઈ હતી. જ્યારે 1 દુકાનને સીલ મરાયું હતું. બીજી બાજુ 3 દુકાન પાસે લાયસન્સ હોવાથી ચાલુ રાખવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500