નવસારીના વાંસદા તાલુકાના વાંસદા-હનુમાનબારી રોડ પર 15 દિવસ પહેલા એસ.ટી.બસને સર્જાયેલા અકસ્માતમાં જાનહાનિ થતા ટળી હતી. અકસ્માત બાદ પણ વહીવટી તંત્રએ આ જાંબુના ઝાડને દૂર નહીં કરતા સોમવારે ફરી વરસાદ પડતાં એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ બનાવમાં કારને નુકસાન પહોચ્યું હતું. મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાના હનુમાનબારી-વાંસદા રોડ પર વરસાદ પડતા જાંબુના ઝાડ ઉપરથી પડેલા જાંબુના લીધે રસ્તો લપસણીયો બનતા અગાઉ પણ સુરતથી શિરડી તરફ જતી એસ.ટી. બસને અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. આ બનાવના 15 દિવસ પણ નહીં થયા અને સોમવારે ફરી વરસાદ પડતા જાંબુના ઝાડ ઉપરથી પાકેલા જાંબુ રોડ પર પડતા રસ્તો ચીકાશવાળો અને લપસણીયો બનતા આહવાથી સુરત તરફ જતી એસ.ટી. બસ નંબર GJ/18/Z/2769 બેકાબૂ બનતા આગળ ચાલતી કાર નંબર GJ/21/BC/1810ને પાછળના ભાગે જોરથી ટક્કર મારતા કારને નુકસાન પહોંચ્યુ હતું. આ વાતની ખબર હનુમાનબારીના સરપંચને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક રાબેત મુજબ શરૂ કર્યો હતો. અગાઉ પણ અકસ્માત થતા બચી ગયો હતો જયારે વહેલી તકે આ રસ્તા પરનો જાંબુના ઝાડને દૂર કરી મોટા અકસ્માત થતા અટકાવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application