નવસારીનાં વાંસદા તાલુકાનાં વાંસદા-ચીખલી રોડ ઉપર આવેલ નાની ભમતી ફાર્મ ફળિયા પાસે એક KTM બાઈક ચાલકએ પ્લેજર ચાલકને પાછળથી અડફેટે લઈને સામેથી આવતી સુપર સ્પેન્ડર સાથે અથડાતા KTM ચાલક રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતાં ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું અને પાછલ બેસેલ યુવકને અને બીજા બાઈક ચાલકને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ, વાંસદા-ચીખલી રોડ ઉપર આવેલા નાની ભમતી ગામના ફાર્મ ફળિયા પાસે તારીખ 18/03/2023નાં રોજ સાંજે 7.00 કલાકે જયકુમાર મીનુંભાઈ દવિયારવાળા (રહે.બરતાડ પારસી ફળિયા) નાએ પોતાની KTM બાઈક નંબર GJ/21/BN/444 લઈને ઘરેથી પેટ્રોલ ભરાવવાનું કહીને મિત્ર ધ્રુવકુમાર નરેશભાઈ ગામિત સાથે નીકળેલો હતો.
તે દરમિયાન પોતાની KTM બાઈક પૂરઝડપે હંકારી આગળ જતી પ્લેજર મોપેડ નંબર GJ/21/BQ/3983ને પાછળથી અથડાવી દેતા KTM ઉપરનો કાબૂ ગુમાવતા વાંસદા તરફથી આવતી સ્પેન્ડર બાઈક નંબર GJ/10/AR/3359 સાથે અથડાવતા KTM ચાલક જય રોડ ઉપર પટકાતાં ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ હાલમાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને KTM બાઈક પાછલ બેસેલા ધ્રુવકુમારને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને બીજા અન્ય બાઈક સવારોને પણ નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા. જેની ફરિયાદ મરનારનાં પિતા મીનુભાઈ પરવેઝભાઈ દવિયરવાળા (રહે.બરતાડ)એ પુત્ર જય પુરઝડપે KTM બાઈક હંકારીને બીજી બાઇક સાથે અકસ્માત કરી નુકશાન પહોચાડતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application