નવસારીનાં નેશનલ હાઇવે ઉપર આવેલ વેસ્મા ગામે ટેમ્પા ચાલકે આગળ પસાર થયેલ બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક અને તેના બે મિત્રો રસ્તા પર પડી ગયા હતા. જેમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું અને અન્ય બે યુવાનને નાની મોટી ઇજા થયાની ફરિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ, સુરત કડોદરા ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશના રવિ અમરજીત રાવતે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું કે, તેઓ તેમની મોટરસાયકલ GJ/21/V/2748 લઇને દમણ ફરીને પરત કડોદરા સુરત જતા હતા.
ત્યારે વેસ્મા ગામ સુરભી હોટલની સામે જાહેર રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે ટેમ્પો નંબર GJ/19/S/2860નાં અજાણ્યા ચાલકે પોતાનો ટેમ્પો પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારી હતી. જેને લઇ બાઇક ઉપર બેસેલા રવિ રાવત અને તેના બે મિત્રો ઉપેન્દ્રસિંગ અને રાહુલસિંગ જમીન પર પડ્યા હતા. તમામને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંગનું માથાનાં ભાગે ઇજા થવાની મૃત્યું થયાની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application