જલાલપોરનાં મરોલી ગામમાં ભાડેનાં મકાનમાં રહેતો યુવક ઉંઘમાં જ ગેલેરીમાંથી પડી જતાં તેમનું માથાનાં ભાગે ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. મળતી માહિતી મુજબ, જલાલપોરનાં મરોલી ગામે રહેતી સુશિલાબેન વિનોદભાઈ પટેલે જાણ કરી કે, તેમના ભાડાના મકાનમાં મૂળ રાજસ્થાન અને હાલ સચીન ડાયમન્ડ પાર્કની સામે કામ કરતા મુકેશભાઈ ભવરસિંહ પુરી (ઉ.વ.37) ભાડુઆત તરીકે રહેતા હતા. તેઓ કંપનીમાં કામ કરી ઘરે ગેલેરીમાં સૂતેલો હતો.
ત્યારે ઊંઘમાં જ અકસ્માતમાં ઘરની બાજુમાં આવેલ સિમેન્ટ કોન્ક્રીટની જગ્યા ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે મરોલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પી.એસ.આઈ. તપાસ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application