નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ભૂલા ફળિયા ગામ પાસે અવાર-નવાર અકસ્માત સર્જાતાં થતાં હોય છે જેમાં ફરીપાછું એક 23 વર્ષીય યુવક ભાવેશ કાંતિભાઈ નાયકાનું ટ્રકની અડફેટે આવતાં મોત નીપજ્યું હતું. જોકે ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. બનાવની વિગત એવી છે કે, 23 વર્ષીય યુવક ભાવેશ નાયકા પોતાના પરિચિતને ટિફિન આપવા માટે પોતાના ગામ વગળવાડ વેગામથી ખડસુપા આવતો હતો ત્યાં મહાદેવ હોટલ પાસે તમિલનાડુનો ટ્રક ચાલક ટ્રકને યુટર્ન મારવા જતા પાછળથી આવતા બાઇક ચાલક ભાવેશ ટ્રકના પેંડામાં આવી ગયો હતો.
જેને કારણે તેને માથામાં ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક મૂળ તમિલનાડુનો રહેવાસી છે અને તેનું નામ સુધાકરણ મુઠ્ઠું છે. ગ્રામ્ય પોલીસે યુવકની લાશને સિવિલ ખાતે મોકલીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરી છે અને ત્યારબાદ ટ્રક ચાલક વિરોધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application