Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીલીમોરા : બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં મહિલાનું સારવાર દરમિયાન મોત

  • June 14, 2023 

બીલીમોરા નજીકનાં ગોયંદી ગામે સપ્તાહ અગાઉ અકસ્માતમાં ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સુરત સચીનની ન્યુ અંબિકા નગરમાં રહેતા અને મૂળ વલસાડનાં ઓલ ગામના ઋત્વિક ચૌહાણ (ઉ.વ.23) ગત તા.30મી મે ના રોજ તેમની માતા જ્યોત્સનાબેન ચૌહાણ સાથે બાઇક નંબર GJ/05/FV/9019 લઈ સચીનથી નીકળી ઓલગામ તેમના કુટુંબીના ઘરે ગયા હતા. જ્યાંથી તેઓ 9 વાગ્યાના અરસામાં સચીન પરત આવવા માતા સાથે બાઇક લઇને નીકળ્યા હતા.


તે દરમિયાન ગોયંદી ગામે ત્રણ રસ્તા પાસે પહોંચતા બીલીમોરા તરફથી બાઇક નંબર GJ/21/BR/8897નાં ચાલક પ્રિતેશભાઇ પટેલ (રહે.બીલીમોરા) નાંએ પૂરઝડપે બાઇક હંકારી ઋત્વિકની બાઇક સાથે અકસ્માત કર્યો હતો. જેથી ઋત્વિક અને તેની માતા રોડ પર પડી ગયા હતા. જેથી માતાને ગંભીર ઇજા થતા સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં જ્યોત્સનાબેનનું સોમવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ઋત્વિક સારવાર હેઠળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application