ચીખલીનાં સમરોલી ગામે રહેતા અને વાયરિંગનું કામ કરતા પ્રકાશભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.50., રહે.સમરોલી ગામ, ધોબી તળાવ, તા.ચીખલી) જે અન્ય બે માણસો રોનીત નાયકા (રહે.ચીખલી) અને વંશ પટેલ (રહે.સાદકપોર ગામ, તા.ચીખલી) સાથે હોન્ડ ઉગામણા ફળીયા ખાતે જી.ઈ.બી.નાં થાંભલા ઉપર સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ કામ કરવા માટે ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે સ્ટ્રીટ લાઇટનાં વાયર પક્કડથી જોઈન્ટ કરી રહ્યા હતા. તે સમયે પ્રકાશભાઈનો હાથ અચાનક જી.ઇ.બી.નાં થાંભલા ઉપરના વાયર સાથે લાગી જતા ઈ લેક્ટ્રીક કરંટ લાગતા નીચે પડી ગયા હતા. જેમને 108ની મદદે ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખાતે લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર સૌરભકુમાર પ્રકાશભાઈ રાઠોડ (ઉ.વ.24., રહે.સમરોલી ગામ, ધોબી તળાવ તા.ચીખલી)એ કરતા વધુ તપાસ પી.એસ.આઈ. કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application