વઘઇ વન વિભાગની ટીમે મહુવાસ ગામ નજીકથી ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી બોલેરો જીપ ઝડપી પાડી કુલ રૂપિયા 1.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, વધઇથી વાંસદા તરફ જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.એફ.ઓ.ને મળી હતી. જે બાતમીના આધારે વઘઇ રેન્જના આર.એફ.ઓ. અને ફોરેસ્ટર સહિત વનકર્મીઓની ટીમે વઘઇ વાંસદા મુખ્ય માર્ગ પર આવેલા વન વિભાગ નાકા પર રાત્રી દરમ્યાન ચેકીંગ હાથ ધર્યું હતું.
તે સમયે મળશકે 5.00 વાગ્યેના સુમારે વઘઇ મુખ્ય માર્ગ તરફથી એક શંકાસ્પદ બોલેરો જીપ નંબર જીજે/23/એચ/5080 આવતા તેને વન કર્મીઓએ રોકવાની કોશિશ કરતા ચાલકે જીપને પૂરઝડપે હંકારી હતી, ત્યારે વનકર્મીઓએ જીપનો ફિલ્મી ઢબે પીછો કરી મહુવાસ ગામ નજીક મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી બોલેરો જીપને ઝડપી પાડી હતી. જોકે લાકડા ચોરીને અંજામ આપનાર જીપ ચાલક અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે વનકર્મીઓએ જીપની તલાસી લેતા અંદર છુપાવેલા ગેરકાયદે નંગ 05 ઘન મીટર, 1169ના સાગી ચોરસા મળી આવ્યા હતા. જેની બજાર કિમત રૂ.42316 હજાર જ્યારે બોલેરો જીપની કિમત રૂ.1.50 હજાર મળી કુલ 1,92,316/-નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલા વાન ચાલકને વહેલી તકે ઝડપી લેવા વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500