નવસારી જિલ્લાનાં કબીલપોર ખાતેનાં આશિષનગર સોસાયટીમાં લગ્ન કરનાર બારડોલીનાં નવદુર્ગા સોસાયટીની પરિણીતાએ તેના ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકનાર પતિ ઉપરાંત સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલીની ભૂમિકાબેન પરમારના લગ્ન નવસારીના કબીલપોર ખાતે ખાતે મકાન નં.07 આશિષનગર સોસાયટી આર.ડી.સ્કૂલ પાસે રહેતા રાહુલ ગજેન્દ્રસિંહ પરમાર સાથે થયા હતા. થોડા સમય પછી એનકેન પ્રકારે આ પરિણીતા પર તેના પતિ રાહુલ પરમાર, સસરા ગજેન્દ્રસિંહ ડાહ્યાભાઈ પરમાર, સાસુ જ્યોતિબેન ગજેન્દ્રસિંહ પરમાર, દિયર સાગર ગજેન્દ્રસિંહ પરમારે ત્રાસ ગુજારનો શરૂ કર્યો હતો. રાહુલ પત્નીને મારઝૂડ અને દુર્વ્યવહાર કરી ગાળો આપતો અને અવારનવાર ઝઘડો કરતો હતો અને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે ભૂમિકાબેને બારડોલી ટાઉન પોલીસમાં પતિ રાહુલ ગજેન્દ્રસિંહ પરમાર, સસરા ગજેન્દ્રસિંહ ડાહ્યાભાઈ પરમાર, સાસુ જ્યોતિબેન ગજેન્દ્રસિંહ પરમાર, દિયર સાગર ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500